Skip to main content

શું તમે એક ઉત્તમ સંતાન ઈચ્છો છો ? તો તમારે આ લેખ વાંચવો જોઈએ.

માનવી એ કુદરત નું શ્રેષ્ઠ સર્જન છે. માનવીએ એ બધું જ મેળવ્યું છે  એકસમયે કલ્પના માત્ર હતું.
છતાં વર્તમાન સમય એ અત્યંત ઝડપી અને તણાવયુક્ત છે, તેમજ આજ ની જીવન શૈલી ના કારણે ડાયાબિટીસ, હાયપરટેન્શન, હદયરોગ, કેન્સર જેવી બીમારીઓ નું પ્રમાણ વધતું જાય છે. વળી આનુવંશિક રોગો કે જે વારસાગત આવે છે, તેનું નું પણ પ્રમાણ વધતું જાય છે. આ તમામ ની અસરો એ આપણા શરીર ના પ્રત્યેક કોષ ઉપર થાય છે. આજ અસરો એ જાણે અજાણે આપણા બીજ દ્વાર તે આપણા બાળકો સુધી પહોંચે છે.
આવી અસરો એ આપણા બાળક સુધી  પહોંચે નહિ તે હેતુ થી આપણા ઋષિ મુનિઓ એ જે ઉપાય આપ્યો છે તે જ છે,
ગર્ભસંસ્કાર.
સંસ્કાર એટલે સારા ગુણો નો ઉમેરો કરવો અને વિકારો ને દૂર કરવા.
આમ ગર્ભસંસ્કાર એટલે બાળક માં ગર્ભાવસ્થા થી જ તેમાં સારા ગુનો નો ઉમેરો કરવો, તેના દોષો ને દૂર કરી, શ્રેષ્ઠ સંસ્કારો આપી ઉત્તમ બાળક સર્જન કરવું.
બાળક માં શારીરિક, માનસિક, બૌદ્ધિક, એમ સર્વાંગી વિકાસ કરી , તે હવે પછી ના યુગ માં તે સર્વોત્તમ રીતે જીવી જાણે તે માટે ના ઇચ્છિત ગુણો નું આરોપણ એ ગર્ભસંસ્કાર દ્વારા શક્ય છે.
તો ચાલો આજે ગર્ભસંસ્કાર વિષે જ સરળ સમજૂતી મેળવીએ.
આયુર્વેદ માં ગર્ભસંસ્કાર માટે ત્રણ તબ્બકાઓ આપ્યા છે.
1. ગર્ભાવસ્થા પૂર્વે નો સમય
2. ગર્ભાવસ્થા દરમિયાન નો સમય
3. પ્રસુતિ પછી નો સમય
ચાલો આ જ તબ્બકાઓ ને થોડા વધુ વિગત વાર સમજીએ.
1. ગર્ભાવસ્થા પૂર્વે નો સમય.
garbhasanskar in ahmedabad

First Step Before conceive garbhasanskar

આયુર્વેદ મુજબ દરેક વ્યક્તિઓ એ ચોક્કસ પ્રકૃતિ ધરાવે છે. વાયુ, પિત્ત, કફ, અને તેની સંયુક્ત પ્રકૃતિઓ. આ પ્રકૃતિઓ ના પ્રભાવ ના કારણે તેને તે પ્રકૃતિ મુજબ ના સ્વાભાવિક રોગો ઝડપી થતા જોવા મળે છે. તેમજ આજ પ્રકૃતિઓ એ બીજ દ્વારા બાળકો માં આવે છે.
વળી આગળ જણાવ્યું તેમ હાલ ના સમય ની જીવનશૈલી, ખાનપાન, તણાવપૂર્ણ જીવનની  આપણા તમામ કોષો ઉપર તેની ગંભીર અસરો થાય છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હાયપરટેન્શન, થાયરોઇડ, શ્વાસ, જેવા આનુવંશિક રોગો જેની અસરો બીજ ઉપર થયેલી હોવાથી તેવા રોગો પણ આપણા સંતાનો માં આવે છે.
આમ આ તમામ અસરો એ બાળકો માં ના આવે તે હેતુ થી ગર્ભસંસ્કાર ના આ તબ્બકા નું વિશેષ મહત્વ છે.
આ તબ્બકા માં પુરુષ અને સ્ત્રી બંને ના બીજો ની પંચકર્મ દ્વારા શુદ્ધિ  અને ત્યાર બાદ તેમના બીજો ની પુષ્ટિ એટલે બળ આપવા માં આવે છે.
એથી વિશેષ સ્ત્રી-પુરુષ ના મિલન માં માત્ર ભૌતિક સુખ ની ઉપપેદાશ રૂપી બાળક નો જન્મ નહિ પરંતુ દિવ્ય સંતાન માટે દેવો ને શ્રેષ્ઠ સંતાન – શ્રેષ્ઠ આત્મા માટે ની પ્રાર્થના પણ છે. સ્ત્રી-પુરુષ ના મિલન ની વિસ્તૃત વૈજ્ઞાનિક સમજૂતી પણ આયુર્વેદ માં જણાવેલી છે. જેનો પણ આજ તબક્કા માં સમાવેશ થાય છે.
2. ગર્ભાવસ્થા દરમિયાન.
garbhasanskar in ahmedabad

Second Step After conceive

ગર્ભ ના સ્થાપન પછી થી લઇ ને સંપૂર્ણ ગર્ભાવસ્થા દરમિયાન બાળક ના સર્વાંગી વિકાશ નો આ સમયગાળો છે. વૈજ્ઞાનિક રીતે  પુરવાર થયું છે કે ગર્ભાવસ્થા દરમિયાન આહાર, વિહાર, વિચાર,  પ્રત્યેક ની ગર્ભસ્થ બાળક પાર ચોક્કસ અસરો થાય છે.  આથી આયુર્વેદ માં દરેક મહિને માટે બાળક ના વિકાસ માટે માતા ના આહાર,  વિહાર, વાંચન, ચિંતન, વગેરે નું  ચોક્કસ માર્ગદર્શન આપવા માં આવ્યું છે.  આ ઉપરાંત બાળક ના યોગ્ય વિકાસ માટે પુંસવન સંસ્કાર પણ કરવા માં આવે છે.
3. પ્રસૂતા અવસ્થા દરમિયાન
garbhasanskar in ahmedabad

Third Step after Delivery

બાળક ના જન્મ બાદ તેના વિકાસ માટે જાતકર્મ સંસ્કાર, સુવર્ણપ્રાશન સંસ્કાર , નામકરણ સંસ્કાર વિષે ની વિસ્તૃર માહિતી આપવા માં આવે છે. આ ઉપરાંત માતા એ પણ તેના સારા સ્વાસ્થ્ય માટે રાખવાની કાળજીનો ની વિસ્તૃત માહિતી આપવા માં આવે છે.
સુવર્ણપ્રાશન એ સુવર્ણ ભસ્મ, મધ, અને મેધ્ય ઔષધો એટલે કે બુદ્ધિ વધારનાર ઔષધો, ના મિશ્રણ થી બનાવવામાં આવે છે.
જે બાળકો ના શારીરિક, માનસિક, બૌદ્ધિક, એમ સર્વાંગી વિકાસ માં લાભકારી છે.
આમ જે ક્ષણ થી માતાપિતા બનવાનો વિચાર આવે છે, ત્યારથી લઈ ને બાળક ના જન્મ પછી ના 4-5 વર્ષ સુધી ના સંપૂર્ણ સમયગાળા દરમિયાન બાળક માં સતત  શ્રેષ્ઠ ગુણો અને સંસ્કારો ને સ્થાપિત કરવાની આ અદભુત સફર એ જ ગર્ભસંસ્કાર.
વધુ માહિતી માટે સંપર્ક કરો.
આયુર્ભવ.

Garbhasanskar in Ahmedabad.